હોય છે

તારથી તંબૂર પર એવો ટપકતો હોય છે,
સૂરનો પ્યાલો ભજન થૈને છલકતો હોય છે.

દ્વાર નવમાં શોધવા એને જ ભટક્યા છો કરો,
દ્વાર દસમે એ મલપતો ને મલકતો હોય છે.

શબ્દને સાધ્યો ભલે; આરાધવો સાથે પડે,
હાથમાં આવી પછી કેવો છટકતો હોય છે !

એમ ના સહેલું કદી પણ બ્રહ્મ પાસે પ્હોચવું,
નાદ એથી નાભિ લગ ઊંડે ગરકતો હોય છે.

રત્ન સુખનું ભીતરે કાયમ ચમકતું ને છતાં,
શોધવા માટે ‘મુકેશ’ ક્યાં ક્યાં ભટકતો હોય છે.

– મુકેશ દવે

Advertisements

10 thoughts on “હોય છે

 1. આધ્યાત્મ્ના રંગે રંગેલી સુંદર ગઝલ..

  આ શે’ર વિશેષ ભાવયો…

  એમ ના સહેલું કદી પણ બ્રહ્મ પાસે પ્હોચવું,
  નાદ એથી નાભિ લગ ઊંડે ગરકતો હોય છે.

 2. બહોત ખૂબ !
  શબ્દને સાધ્યો ભલે; આરાધવો સાથે પડે,
  હાથમાં આવી પછી કેવો છટકતો હોય છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s