માગ્યો છે અમે

દિવ્યતમ અજવાસ માગ્યો છે અમે,
ને અવિરત શ્વાસ માગ્યો છે અમે.

છે સમય ઓછો ને મંજિલ દૂર છે,
જાત પર વિશ્વાસ માગ્યો છે અમે.

મનની બારી ખોલીને બેઠા છીએ,
કૃષ્ણ-રાધા-રાસ માગ્યો છે અમે.

પદ્યના તો જીવ આદિથી હતા,
શબ્દનો સહવાસ માગ્યો છે અમે.

જન્મના ફેરા હશે કંઈ કેટલા !
એક ફેરો ખાસ માગ્યો છે અમે.

– પ્રવીણ શાહ

Advertisements

7 thoughts on “માગ્યો છે અમે

 1. vaah!
  મનની બારી ખોલીને બેઠા છીએ,
  કૃષ્ણ-રાધા-રાસ માગ્યો છે અમે.

 2. જન્મના ફેરા હશે કંઈ કેટલા !
  એક ફેરો ખાસ માગ્યો છે અમે….. વાહ…,

  આખી ગઝલ સુંદર થઈ છે.. !!

 3. Antafera kai ketla karya
  Divyatam ulhas magyo chhe ame
  Can’t prevent myself adding something.
  Sorry, if you didn’t like it, but dil ne sparshi jay tevi rachana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s