આજકાલ

સહિષ્ણુતા દ્રષ્ટિમાં છે નહીં આજકાલ,
દાયરો પ્રશસ્તિમાં છે નહીં આજકાલ.

આતતાયી પળ ઊથલપાથલમાં છે,
કાલ કાં શક્તિમાં છે નહીં આજકાલ.?

ભૂંડી નિર્જનતાનું મૃગજળ ઠેરઠેર,
કૈં ખુશી વસ્તીમાં છે નહીં આજકાલ.

પ્રેમરૂપી બંદગી ઓસરતી રહી,
શહેર પણ મસ્તીમાં છે નહીં આજકાલ.

દશ દિશા અહલ્યાની આહોં છે ‘કિશોર’
એક જણ કસ્તીમાં છે નહીં આજકાલ.

– ડોં. કિશોર મોદી

8 thoughts on “આજકાલ

  1. સટીક શેર !
    પ્રેમરૂપી બંદગી ઓસરતી રહી,
    શહેર પણ મસ્તીમાં છે નહીં આજકાલ.

  2. ભૂંડી નિર્જનતાનું મૃગજળ ઠેરઠેર,
    કૈં ખુશી વસ્તીમાં છે નહીં આજકાલ… નારી વાસ્તવિકતા… !!

    ખૂબ સુંદર ગઝલ… !!

  3. બધુ જ લાજવાબ. કાફિયા અને શેરની સુન્દર રચનાનું સૌન્દર્ય. ભઈ વાહ….

  4. દાયરો પ્રશસ્તિમાં છે નહીં આજકાલ. … radeef-kafiyaa everything is very nice ..anand..anand…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s