ટમટમે છે

સિતારાનું જોઈ સ્મરણ ટમટમે છે.
મનોમન તમારી કમી ચમચમે છે.

ગતાનુગતિક રાત-દિ’ આથમે છે.
જીવનની વહીમાં પીડાઓ ઝમે છે.

જરા રાહતે છે, જરા તકલીફે છે,
ખુશી-નાખુશી તો બધી મોસમે છે.

ડૂમો-આંસુઓ ને મલકવું-મૂંઝાવું,
મરણ કે સ્મરણ સૌ સમય પર ગમે છે.

જો કોઈ નમે વેંત ચરણે પડું હું !
અગર મગરૂરી હો,તો શિર અણનમે છે !

ટપક…ટપ…ટપક…માટલું જિંદગીનું,
એ રીતે અતીતનું મધુ પણ ઝમે છે.

મને કેમ આકર્ષે અવળી જ બાજુ ?!
નહીતર સરસ ભાત સૌ જાજમે છે !!

– બકુલેશ દેસાઈ

Advertisements

6 thoughts on “ટમટમે છે

  1. જો કોઈ નમે વેંત ચરણે પડું હું !
    અગર મગરૂરી હો,તો શિર અણનમે છે !… વાહ કવિની ખુમારી ગમી… !!

    સુંદર ગઝલ.. !!

  2. ટપક…ટપ…ટપક…માટલું જિંદગીનું,
    એ રીતે અતીતનું મધુ પણ ઝમે છે.
    mne bhu gmyo aa sher…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s