ભરડો લીધો છે

વેરણ છેરણ યાદોએ ભરડો લીધો છે ,
ને અગણિત આઘાતોએ ભરડો લીધો છે .

વેશ ધરીને ઊભા છે સપનાનાં ટોળાં ,
અજગર જેવી રાતોએ ભરડો લીધો છે .

ખૂલી ગ્યા જે ભેદ-ભરમ આંખોની સામે,
પણ અકબંધ રહસ્યોએ ભરડો લીધો છે .

ભમરાળી આંખોનાં આ પડદાની પાછળ ,
ટોળે ઊભા દ્રશ્યોએ ભરડો લીધો છે.

કઇ બાજુ સરકીને, ઘરની બ્હાર નીકળવું,
ચારે બાજુ ભીંતોએ ભરડો લીધો છે .

જાળ વિનાની જાળમાં કોઇએ કેદ કર્યો છે,
તીરછી તીરછી નજરોએ ભરડો લીધો છે .

– મહેશ મકવાણા

6 thoughts on “ભરડો લીધો છે

  1. સુંદર રદીફનો મજાનો વિનિયોગ…. !!

    દરેક શે’ર સરસ થયા છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s