ક્યારી જોઈએ

એક ઈચ્છાનેય ચાલો આજ મારી જોઈએ ,
આગ અંદર હોય એને સ્હેજ ઠારી જોઈએ .

તો હવાની લ્હેરખી થઇ જાય ખૂશ્બૂ ઓરડે ,
એમની પણ સ્હેજ ખુલ્લી એક બારી જોઈએ .

આંખ ને આંસુની વચ્ચે આજ ભીષણ યુદ્ધ છે ,
જીત માટે ચાલ, મનવા આજ હારી જોઈએ .

છાંયડા વિસ્તારવાની આવડતને કેળવો ,
આંગણું ઘેઘૂર કરવા એક ક્યારી જોઈએ .

એમ કરતા ક્યાંક જો દર્શન હરિના થાય તો ,
સામસામી આજ આંસુ, આવ સારી જોઈએ .

અર્થની જ્વાળા તરત ભડકો બની ફેલી જશે ,
શબ્દમાં પણ ક્યાંક છૂપી ચિનગારી જોઈએ .

– હેમંત ગોહિલ ‘મર્મર’

6 thoughts on “ક્યારી જોઈએ

  1. વાહ! ક્યા બાત હૈ!
    છાંયડા વિસ્તારવાની આવડતને કેળવો ,
    આંગણું ઘેઘૂર કરવા એક ક્યારી જોઈએ .
    ‘છૂપી ચિનગારી’ જેવી ગઝલ માટે હેમંતભાઇને અભિનંદન!

  2. તો હવાની લ્હેરખી થઇ જાય ખૂશ્બૂ ઓરડે ,
    એમની પણ સ્હેજ ખુલ્લી એક બારી જોઈએ …. એકદમ નાજૂક શે’ર… !!

    ઉમદા ગઝલ… !!

  3. શબ્દમાં પણ ક્યાંક છૂપી ચિનગારી …..Kavi can feel this only…very nice….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s