ઘટમાળમાંથી

હવે આવ , છોડાવ જંજાળમાંથી,
મને ક્યાંક લઇ જા આ ઘટમાળમાંથી.

ભલે થાય છે ઓરડાનો અનાદર,
વળી જાઉં પાછો હું પરસાળમાંથી.

બન્યું એમ કે એક તારાં જવાથી,
મધુરતા જ ગઇ જાણે રસથાળમાંથી.

ચરણ ઠેસથી કંઇ વધારે ન પામ્યાં,
મળે શું બીજું પંથ-પથરાળમાંથી !

ઘણીવાર હું આભ તાક્યા કરું ને,
સરોવર પ્રગટ થાય છે પાળમાંથી.

હું બેઠો છું જ્વાળામુખીની જ ટોચે,
સુણી સાદ પૃથ્વીના પેટાળમાંથી.

સતત અશ્રુઓ લૂછવાથી જ ‘આતુર’,
તૂટ્યાં સર્વ પહેરણ પ્રથમ ચાળમાંથી

– બાબુલાલ ચાવડા ‘આતુર’

Advertisements

6 thoughts on “ઘટમાળમાંથી

  1. NICE SHER
    બન્યું એમ કે એક તારાં જવાથી,
    મધુરતા જ ગઇ જાણે રસથાળમાંથી.

  2. બધા જ શે’ર સશક્ત અને અર્થપૂર્ણ… ખૂબ સરસ ગઝલ.. !!

  3. મને ક્યાંક લઇ જા આ ઘટમાળમાંથી…..O God I am tired, make me please free of this routine…..very nice….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s