થાય શું !

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

– આતિશ પાલનપુરી

Advertisements

5 thoughts on “થાય શું !

  1. વાહ! સુંદર ગઝલ. સિકંદર પણ શું લઇને ગયો હતો?
    સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
    કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

  2. જીવનની ફિલસૂફીને સરળ શબ્દોમાં સમજાવતી સુંદર ગઝલ… !!

    દરેક શે’ર ગમી ગયા

  3. ખોબલામાં માય તોયે માય શું !…. our pots are always small….absolutely right….enjoyed all shers…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s