સમયની છે

શ્વાસ શું છે ? હવા સમયની છે;
જિંદગી વારતા સમયની છે.

પ્રેમ , સંવેદના , અનુભૂતિ ;
આખે આખી કથા સમયની છે.

ચાલવું, પડવું ને પછી ઊઠવું;
રોજિંદી આ ક્રિયા સમયની છે.

કાલ, વર્તમાન ને ફરીથી કાલ;
આ ગતિ ,આ દિશા સમયની છે.

ગ્રહદશા ,જન્મ-કુંડળી ને ભાગ્ય;
આંધળી આસ્થા સમયની છે.

શક્તિશાળીનું નામ છે ઈશ્વર ;
ધર્મ એક માન્યતા સમયની છે.

સ્વર્ગ, પૂનર્જનમ , પરમશાંતિ;
સાત્વિક કલ્પના સમયની છે.

ધ્યાન,ચિંતન,ગઝલ અને “નાશાદ”;
કેવી મીઠી કૃપા સમયની છે.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

5 thoughts on “સમયની છે

 1. nice
  ગ્રહદશા ,જન્મ-કુંડળી ને ભાગ્ય;
  આંધળી આસ્થા સમયની છે.

 2. ધ્યાન,ચિંતન,ગઝલ અને “નાશાદ”;
  કેવી મીઠી કૃપા સમયની છે…… વાહ અહર્નિશ આ કૃપા બરકરાર રહે.. !!

  ખૂબ મજાની રમતિયાળ ગઝલ

 3. સમય પરની આસ્થા અને એની ગાથા બહુ જ સરસ વ્યક્ત થઇ છે. વાહ્ નાશાદ સાહેબ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s