નહીં ચાલે

દાવ લઈ સંતાઈ જા તું એ નહીં ચાલે,
ફક્ત જમા હો તારુ ખાતુ એ નહીં ચાલે.

સો ટચ સોનાની વીંટીઓ દસદસ આંગળીએ,
પણ જાતે તું પિત્તળ ધાતુ એ નહીં ચાલે.

ઑડીવાળો વટ મારે એ એનો હક છે,
ચાલુ કારે થૂંકે રાતું એ નહીં ચાલે.

શોખ જીન્સનો સૌની જેમ જ ના કંઈ ખોટું,
પેટ ઉપર નીચે જો થાતુ એ નહીં ચાલે.

ચાલે એ તો કોઇક ગધેડાં ભાર ન ઉંચકે,
પણ સાલા મારે જો લાતુ .એ નહીં ચાલે.

ના યે મળે તું જો ‘હાકલ “મંદિર આવે તો,
પણ પૂજારી માંગે ભાતુ એ નહીં ચાલે.

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

4 thoughts on “નહીં ચાલે

  1. આ શેર વધુ ગમ્યો
    સો ટચ સોનાની વીંટીઓ દસદસ આંગળીએ,
    પણ જાતે તું પિત્તળ ધાતુ એ નહીં ચાલે.

  2. સો ટચ સોનાની વીંટીઓ દસદસ આંગળીએ,
    પણ જાતે તું પિત્તળ ધાતુ એ નહીં ચાલે…. મજાની અને સચોટ વાત..

    આખી ગઝલ સુંદર થઈ છે ..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s