અલગ થઈને…

પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે,
માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !

કાગળની સાથે વાત ગમે ત્યારે થઇ શકે,
શાહી સૂરજ નથી કે ગમે ત્યારે ઢળી શકે.

છે મહેલનો હુકમ કે એને દેશવટો દ્યો,
દરવાજો ખૂલતા જ બધું જે કળી શકે.

જે બહારના લય-તાલમાં ઝૂમી જનાર છે,
ઢોલકમાં જઈ અવાજ નહીં સાંભળી શકે.

દ્વારો પવનથી ઊઘડે એવા બધા વિચાર,
સાંકળના ખૂલવાને નહીં સાંકળી શકે.

અશરફ ડબાવાલા

Advertisements

6 thoughts on “અલગ થઈને…

  1. વાહ!
    જે બહારના લય-તાલમાં ઝૂમી જનાર છે,
    ઢોલકમાં જઈ અવાજ નહીં સાંભળી શકે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s