આચમન

કટકે કટકે સાચવી લીધો મને,
ભાંગ્યું તો યે કિંમતી દર્પણ હતું.
**
ક્યાં મારે જવું ? દ્વારને ખખડાવવા કોનાં ?
આ ગામ તો સાંજુકું ચડી જાય છે ઝોલે !
**
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી,
મનની અતાગ વાવ છે, હું એકલો નથી.
**
તમને કદાચ દેશમાં મળશે એ ગુલબદન,
પૂછે તો કહેજો એમને ‘દીપક’ મજામાં છે.
**
અમે એવા મુલકમાં છીએ જ્યાં ‘દીપક’,
નથી હોતા પ્રથમ વરસાદના છાંટા.
**
સુરા કેવી, સભા કેવી ને કેવી કૈફની મોસમ,
પ્રતીક્ષા કરશે મયખાના, હવે ‘દીપક’ નહીં આવે,

દીપક બારડોલીકર
(‘તલબ’માંથી સાભાર)

Advertisements

3 thoughts on “આચમન

  1. આચમન કરવા માટે શ્રી દીપક બારડોલીકરના સરસ અને યાદગાર શેર પસંદ કર્યા છે. આ શેર તો સૌથી મજાનો છે!
    તમને કદાચ દેશમાં મળશે એ ગુલબદન,
    પૂછે તો કહેજો એમને ‘દીપક’ મજામાં છે.

  2. ક્યાં મારે જવું ? દ્વારને ખખડાવવા કોનાં ?
    આ ગામ તો સાંજુકું ચડી જાય છે ઝોલે !.. વાહ

    એક થી એક ચડિયાતા શે’ર… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s