જોયા કરો

હાંફતા આ શ્વાસને બસ થાકમાં ખોયા કરો,
ચાલનારા આ નગરને દોડતું જોયા કરો.

છે તમસ અવિરત ને સઘળું મોતી સમ વિખરાયું છે,
થોડું થોડું વીજ ચમકારે હવે પ્રોયા કરો.

ઘાસના સંવેદનોને ઝીલવામાં વાર શી ?
બે ઘડી ઝાકળ બની બસ બે ઘડી જોયા કરો.

એ જ આંસુ કીમતી છે જે સમયને સાચવે,
એ પછી શું અર્થ જીવનભર અગર રોયા કરો.

યાદમાં, એકાંતમાં એથી વધુ શું થઈ શકે ?
કાંકરીઓ જળમાં નાખી જાતને ખોયા કરો.

– મેગી અસનાની

5 thoughts on “જોયા કરો

  1. વાહ! બહોત ખૂબ !
    એ જ આંસુ કીમતી છે જે સમયને સાચવે,
    એ પછી શું અર્થ જીવનભર અગર રોયા કરો.

  2. એ જ આંસુ કીમતી છે જે સમયને સાચવે,
    એ પછી શું અર્થ જીવનભર અગર રોયા કરો…… ખૂબ સુંદર

    મજાની ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s