રાખ્યું છે

નિત્ય મેં નવું બહાનું રાખ્યું છે,
જૂઠનું અદલ થાણું રાખ્યું છે.

દંભમાં ડૂબી ગયો છું એટલો,
જાતથી બધું જ છાનું રાખ્યું છે.

હું અભાવથી પીડાઈ રહું છું ,
દિલને ગમતું ચાલુ રાખ્યું છે .

દિલ ફૂલણજીને પટાવવા,
ભાગ્યનું ભ્રમિત પાનું રાખ્યું છે .

હું કયામતની પાર ઊતરું,
તેથી મસ્જિદ જવાનું રાખ્યું છે .

એમ ઈશ્વર મળે નહીં છતાં,
અન્નકૂટરૂપી ટાણું રાખ્યું છે.

સાહજિક થઈ પાપ ધોઉં છું,
મેં ‘કિશોર’ તરભાણું રાખ્યું છે

– ડૉ. કિશોર મોદી

7 thoughts on “રાખ્યું છે

 1. હું કયામતની પાર ઊતરું,
  તેથી મસ્જિદ જવાનું રાખ્યું છે .
  માનવ સ્વાભાવની સહજ સ્વાર્થ વૃતિ ઉપજે છે.

 2. vaah
  એમ ઈશ્વર મળે નહીં છતાં,
  અન્નકૂટરૂપી ટાણું રાખ્યું છે.

 3. દિલ ફૂલણજીને પટાવવા,
  ભાગ્યનું ભ્રમિત પાનું રાખ્યું છે …. ખૂબ સુંદર

  • દિલ ફૂલણજીને પટાવવા,
   ભાગ્યનું ભ્રમિત પાનું રાખ્યું છે .

   વાહ કિશોરભાઇ, સુંંદર ગઝલ રચના.

 4. મેં ‘કિશોર’ તરભાણું રાખ્યું છે …. sunadr.. liked and enjoyed all shers…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s