સમજી ગયો

સમજી ગયો હું સાનમાં જોગી,
છે મારું હિત પ્રસ્થાનમાં જોગી.

મારા જ ઘરમાં છું અજાણ્યો, હું
યજમાન, ના મહેમાનમાં જોગી.

ક્યારેક ભીડ, ક્યારેક એકલતા,
વિક્ષેપ નાખે ધ્યાનમાં જોગી.

દારૂણ દૃશ્યો જોઈ રણક્ષેત્રે,
તલવાર મૂકી મ્યાનમાં જોગી.

ક્યારેક કહેજો કે લખ્યું છે શું ?
ગીતા અને કુરાનમાં જોગી.

– પ્રવીણ શાહ

8 thoughts on “સમજી ગયો

  1. Rakesh Thakkar, Vapi

    વાહ જોગી !
    દારૂણ દૃશ્યો જોઈ રણક્ષેત્રે,
    તલવાર મૂકી મ્યાનમાં જોગી.

    Reply
  2. અશોક જાની 'આનંદ'

    દરેક શે’ર ટૂંકી બહેરની સાર્થકતા નિપજાવે છે…

    લાઘવ પણ આકર્ષક હોય જ છે.. સુંદર ગઝલ.. !!

    Reply
  3. Kirtikant Purohit

    મારા જ ઘરમાં છું અજાણ્યો, હું
    યજમાન, ના મહેમાનમાં જોગી.

    વાહ દોસ્ત અદ્ભ્ભૂત રચના બની છે. અભિનંદન.

    Reply

Leave a reply to Rakesh Thakkar, Vapi Cancel reply