રાખે છે

એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે.

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે.

ફૂલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે.

એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે.

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે.

– હેમંત પુણેકર

Advertisements

5 thoughts on “રાખે છે

  1. ક્યા બાત હૈ!
    એ તો દબડાવવા સમંદરને,
    ફક્ત કાગળની નાવ રાખે છે.

  2. એ તો દબડાવવા સમંદરને,
    ફક્ત કાગળની નાવ રાખે છે….. વાહ ક્યા બાત હૈ… !!

    ખૂબ સુંદર ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s