પાણી

ખબર્ ન્હોતી ફરી જાશે બધી આશા ઉપર પાણી;
બની ચાતક આ દષ્ટિ માંગશે આઠે પ્રહર પાણી.

સતત આ જિંદગીએ ત્રાસ એ રીતે ગુજાર્યો છે;
હસું છું ભૂલથી તો ફેરવી દે છે નજર પાણી.

અચાનક જળસપાટી પર તરંગોના કુંડાળા કેમ?
ફરીથી કોણ ડહોળે છે પ્રિયે તારા વગર પાણી.

જવાબીપત્ર તારા હાથમાં કાસિદ અને કંપન;
કહે છે હાલ તારો તું ય લાવ્યો છે ખબર પાણી.

સજા છે કે પરીક્ષા છે, નિયમ છે કે પછી અપવાદ;
નજર ચોપાસ દરિયો છે ને માંગે છે અધર પાણી.

દુઆ ને પ્રાર્થના યોજે છે લોકો ઢોલ પીટીને;
આ મારી આંખ ભીની છે ને શોધે છે નગર પાણી.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

5 thoughts on “પાણી

 1. જવાબીપત્ર તારા હાથમાં કાસિદ અને કંપન;
  કહે છે હાલ તારો તું ય લાવ્યો છે ખબર પાણી.
  SUNDAR RCHNA

 2. વાહ! ‘નાશાદ’ સાહેબ. પાણીદાર ગઝલ.
  સજા છે કે પરીક્ષા છે, નિયમ છે કે પછી અપવાદ;
  નજર ચોપાસ દરિયો છે ને માંગે છે અધર પાણી.

 3. દુઆ ને પ્રાર્થના યોજે છે લોકો ઢોલ પીટીને;
  આ મારી આંખ ભીની છે ને શોધે છે નગર પાણી…. એકદમ નાજુક અભિવ્યક્તિ… !!

  આખી ગઝલ વાહ વાહ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s