ઇશારો છે

સમય મારો, કલમ મારી અને કાગળ આ મારો છે,
ખુશી એ વાતની છે કે બધા તારા વિચારો છે.

મને સામે નિહાળીને જે મોઢું ફેરવી લે છે,
એ આંખે પ્રેમ મારી માટે છે ને એકધારો છે.

ખુલાસા આપવા પડશે બધી વાતો ઉપર મારે?,
સમજદારી જરા હો તારામાં, કાફી ઇશારો છે.

ગગનથી ચાંદ લાવીને ભલા હું શું કરું, કહેને,
હૃદયમાં જે રહે છે, એ જ મારે મન સિતારો છે.

તૂટે સપનાં જ ત્યારે રાત કે દિન શું કરી શકશે?,
તૂટેલા દિલને થોડો પણ દિલાસાનો સહારો છે.

મફત છે એટલે લોકો સલાહો દે વગર માંગ્યે,
થતું મનમાં અરે, દુનિયામાં આ કેવો ગુજારો છે !

મને એના વિશે બસ એટલી છે જાણકારી કે,
એ તરતું પર્ણ ને, કેવળ ‘પથિક’ નામે કિનારો છે.

– જૈમિન ઠક્કર ‘પથિક’

5 thoughts on “ઇશારો છે

  1. NICE GAZAL
    તૂટે સપનાં જ ત્યારે રાત કે દિન શું કરી શકશે?,
    તૂટેલા દિલને થોડો પણ દિલાસાનો સહારો છે.

  2. મને એના વિશે બસ એટલી છે જાણકારી કે,
    એ તરતું પર્ણ ને, કેવળ ‘પથિક’ નામે કિનારો છે.

    – જૈમિન ઠક્કર ‘પથિક’
    sundar

  3. મને સામે નિહાળીને જે મોઢું ફેરવી લે છે,
    એ આંખે પ્રેમ મારી માટે છે ને એકધારો છે…. વાહ

    મકતા પણ ઉલ્લેખનીય.. સુંદર ગઝલ…

  4. ખુબ સરસ રચના.
    ગગનથી ચાંદ લાવીને ભલા હું શું કરું, કહેને,
    હૃદયમાં જે રહે છે, એ જ મારે મન સિતારો છે.
    સરયૂ પરીખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s