શબ્દો સાથે નાતો તોડી

જેનો શબ્દો દ્વારા પરિચય હજુ હમણાં જ થયો હતો, જેની માત્ર બે જ રચના ‘આસ્વાદ’ પર
મૂકી શકાઈ હતી એવા મૂળ અમદાવાદનાં પણ ફ્લોરિડા, અમેરીકામાં વસતા ઉમદા અને
અનોખા કવિ શ્રી શીતલ જોશીના નામ આગળ મજબૂરીથી સ્વ. ઉમેરવું પડે એવા સમાચાર
૪-૫ દિવસ પહેલા મળ્યા અને હ્રદય એક ધબકાર ચૂકી ગયું, હજુ સુધી તેમના મૃત્યનું કારણ
ઈત્યાદી જાણવા નથી મળ્યું પણ તેમની એક ગઝલ તેમને શબ્દાંજલિ રૂપે શ્રધ્ધાંજલિ આપતા
‘આસ્વાદ’ના સંચાલન તરફથી..

શબ્દો સાથે નાતો તોડી
મૌન કરે છે જીભાજોડી

છાયા સાથે માથા ફોડી
ઢળતો સૂરજ કિંમત કોડી

આવ્યા ત્યારે શું લાવ્યા’તા
આ ચાલ્યા લે’ સઘળું છોડી

પ્રતિક્ષા ની હદ તો જૂઓ
ઊભો છું હું ખાંભી ખોડી

ઇચ્છાઓના સ્ટેશન ઊપર
ટ્રેન પડે છે કાયમ મોડી

એક જ ક્ષણ ગૂમાવેલી ત્યાં
થઈ જીવનભર દોડાદોડી

મારા સમ છે ‘શીતલ’ તમને
આ ગઝલોને જો તરછોડી

– શીતલ જોશી

Advertisements

9 thoughts on “શબ્દો સાથે નાતો તોડી

 1. આ ચાલ્યા લે’ સઘળું છોડી… અનોખા કવિ શ્રી શીતલ જોશીને શબ્દાંજલિ- શ્રધ્ધાંજલિ

 2. મારા સમ છે ‘શીતલ’ તમને
  આ ગઝલોને જો તરછોડી.. જે લખીએ તે કરવું જરૂરી નહીં મિત્ર.. !!

  તમે તો સાચે જ ગઝલને તરછોડી ચાલી નીકળ્યા

  આવી અચાનક ‘એક્ઝિટ’ અમારા કાળજા કંપાવી ગઈ.. !!

 3. આવ્યા ત્યારે શું લાવ્યા’તા
  આ ચાલ્યા લે’ સઘળું છોડી

  શીતલ જોશીને ભાવભરી શ્રધ્ધાંજલિ.

 4. બહુ જ સુંદર રચનાઓના રચયિતાને પ્રભુના મુશાયરાનું નિમંત્રણ મળ્યું પણ અહિં ખાલીપો ગઝલમાં સર્જાયો. એમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.

 5. એક જ ક્ષણ ગૂમાવેલી ત્યાં
  થઈ જીવનભર દોડાદોડી.
  આપણા બધાંના જીવનમાં બનેલી એક ઘટનાને કેટલી સુંદર રીતે આલેખી દીધી. ઈશ્વર એમની કવિતાનો આટલો જલદી દિવાનો થઈ જશે કોણે ખબર હતી ?

 6. પ્રતિક્ષા ની હદ તો જૂઓ
  ઊભો છું હું ખાંભી ખોડી
  very simple,simplicity expends refrences and brings larger life connection ……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s