ભીનો ચીતર્યો

લોકો એ છો ટૂંકો ચીતર્યો, મેં બહુ લાંબો ચીતર્યો,
જીવનની આ સ્લેટ ઉપર, સમજણનો કક્કો ચીતર્યો.

જેનાં ઝાંઝરથી દિલના તારો ઝણઝણ્યા છે દોસ્ત!
મેં શ્વાસોની ભૂમિ ઉપર બસ, એનો ઠુમકો ચીતર્યો.

ફાટેલાં કપડે, ભૂખ્યાં પેટે ફૂટપાથે જોયો,
દેખાયો એ જેવો, મેં ઈશ્વરને એવો ચીતર્યો.

ફૂલ! નથી તારો આ ઠસ્સો કેવળ તારે કારણ,
આજ હવા પર ભમરાએ એવો સંદેશો ચીતર્યો.

હાથે કંપન, આંખે અંધાપો, પગ ડગમગ છે જ્યાં;
મોભ હતો ઘરનો, મેં એને થોડો ભીનો ચીતર્યો.

– સુનીલ શાહ

Advertisements

5 thoughts on “ભીનો ચીતર્યો

 1. વાહ! કયા બાત હૈ!
  ફૂલ! નથી તારો આ ઠસ્સો કેવળ તારે કારણ,
  આજ હવા પર ભમરાએ એવો સંદેશો ચીતર્યો.

 2. ફાટેલાં કપડે, ભૂખ્યાં પેટે ફૂટપાથે જોયો,
  દેખાયો એ જેવો, મેં ઈશ્વરને એવો ચીતર્યો…. ખૂબ જ સુંદર…

  આખી ગઝલ નોખી અભિવ્યક્તિની .. !!

 3. ફૂલ! નથી તારો આ ઠસ્સો કેવળ તારે કારણ,
  આજ હવા પર ભમરાએ એવો સંદેશો ચીતર્યો.

  સારો શેર બન્યો છે.

 4. વાહ નખશિખ મજાની ગઝલનો શિરોમણિ શૅર

  ફાટેલાં કપડે, ભૂખ્યાં પેટે ફૂટપાથે જોયો,
  દેખાયો એ જેવો, મેં ઈશ્વરને એવો ચીતર્યો.

  ક્યા બાત !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s