દાન કરજો

કડવી નહીં જ ચાલે મીઠી જુબાન કરજો,
લીમડાના છાંયડામાં મધની દુકાન કરજો.

પર્વતની પીઠ ફાડી સૂરજ ભલે ને ઊગે,
તરણાની ટોચ પર જઇ ઝાકળનું દાન કરજો.

સારસની બેલડી છે તન્મય પ્રણયક્રીડામાં-
એ કલ્પના છે સારી , પણ સાવધાન કરજો.

એકાદ લાગણીનું બિંદુ મળે તો એમાં,
પોતાનાં પ્રાણ રેડી સિંધુ સમાન કરજો.

બે-ચાર સ્વપ્ન પળ-પળ જે પ્રૌઢ થઇ રહ્યાં છે,
ઇચ્છાકુમારી માટે એને યુવાન કરજો.

અંતરને એક ક્ષણનું એકાંત સાંપડે તો,
ભીતરના સત્ત્વની પણ થોડી પિછાન કરજો.

ઊતરે નહીં જો નીચે સ્હેજે અહમનો પારો,
તૃષ્ણાના તાવનું ત્યાં પહેલું નિદાન કરજો.

મેં તો ગઝલ કહી છે સૌ મોજથી જ ‘આતુર’,
તમને ગમે તો ગાજો ચાહે દીવાન કરજો.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

6 thoughts on “દાન કરજો

  1. બહોત ખૂબ !
    કડવી નહીં જ ચાલે મીઠી જુબાન કરજો,
    લીમડાના છાંયડામાં મધની દુકાન કરજો.

  2. મજાનો મત્લા અને દરેક શે’ર ઉલ્લેખનીય …

    આખી ગઝલ ગમી… !!

  3. બે-ચાર સ્વપ્ન પળ-પળ જે પ્રૌઢ થઇ રહ્યાં છે,
    ઇચ્છાકુમારી માટે એને યુવાન કરજો.

    અતિ સુંદર. મત્લા પણ સરસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s