ચાલ સાથે બેસ

ચાલ સાથે બેસ તો સમજાય પણ;
શ્વાસ જેવું વ્હેંચી જો; વ્હેંચાય પણ !

હોવું બીજું કંઈ નથી હોવું જ છે;
સંન્નિકટતા અર્થને પરખાય પણ !

આપણે ક્યારે ય ક્યાં હોતા નથી ?
આપણાંમાં શું વળી ડોકાય પણ !

સંગ કરવો છે શબદનો ચેતજે;
આગ કેવળ આગ છે ફેલાય પણ !

ઈશ્ક એ મિજાજ હકીકી થઈ શકે;
અર્થમય અવકાશથી ભીંજાય પણ !

સ્હેજ કડવી ને વળી ગળપણ મઢી—
જિન્દગી છે; જિન્દગી જિવાય પણ !

શ્વાસ સઘળા થઈ શકે ઉન્નત સખે;
છેક બથ્થડ આવરણ ભેદાય પણ !

– ગુણવંત ઉપાધ્યાય

Advertisements

5 thoughts on “ચાલ સાથે બેસ

 1. સરસ ગઝલ.
  સંગ કરવો છે શબદનો ચેતજે;
  આગ કેવળ આગ છે ફેલાય પણ !

 2. સંગ કરવો છે શબદનો ચેતજે;
  આગ કેવળ આગ છે ફેલાય પણ !… વાહ.. ખૂબ સાચી વાત છે.. !!

  એકદમ અર્થપૂર્ણ ગઝલ… !!

 3. ज़िंदगी तो कड़वी मीठी छे पण तेने सारी ज राखवा कविश्रीअे भातीगल शक्यताओ बतावी छे एज गझलनुं आगवुं। पासुं छे
  दोस्तो ।

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s