ફ્રીમાં મળે છે

આ બજારે ઝાઝું તો ફ્રીમાં મળે છે ,
આંખ સાથે આંસુ તો ફ્રીમાં મળે છે .

તું ફકીરી શ્વાસને લઇ આવ કેવળ ,
ચોતરફ અજવાળું તો ફ્રીમાં મળે છે !

હોય ત્રેવડ જીતવા સુગંધને, તો –
ફૂલનું રજવાડું તો ફ્રીમાં મળે છે .

વેંત કેવળ એક અફવાનો કરી લે ,
આગ આજુબાજુ તો ફ્રીમાં મળે છે !

ના ભરોસો હોય તો તું ખાતરી કર ,
વ્હોર પીડા ; ચાઠું તો ફ્રીમાં મળે છે .

ખૂબ કિંમત ચૂકવી છે ક્વોલીટીની ,
દર્દ બાકી ચાલુ તો ફ્રીમાં મળે છે !

હું ખરીદું સ્વપ્ન ,ટૌકા ,પીડ ,પડઘા ;
નામ સાથે તારું – તો ફ્રીમાં મળે છે !

એમ જાણી ચોરણી ના સીવડાવો ,
ચાલને ભૈ ,નાડુ તો ફ્રીમાં મળે છે !!

– હેમંત ગોહિલ ‘મર્મર ‘

Advertisements

6 thoughts on “ફ્રીમાં મળે છે

 1. very nice
  ખૂબ કિંમત ચૂકવી છે ક્વોલીટીની ,
  દર્દ બાકી ચાલુ તો ફ્રીમાં મળે છે !

 2. વેંત કેવળ એક અફવાનો કરી લે ,
  આગ આજુબાજુ તો ફ્રીમાં મળે છે .. નરી વાસ્તવિકતા… !!

  નવી જ રદીફ સુપેરે પ્રયોજાઈ છે……. સુંદર ગઝલ

 3. વેંત કેવળ એક અફવાનો કરી લે ,
  આગ આજુબાજુ તો ફ્રીમાં મળે છે ..સરસ.

  મક્તા બદલી શકાય તો સારું. ગઝલ બાકી આખી ય સુંદર.

 4. नवी रदीफनो उपयोग करी नवी वातों गझलमां सुपेरे कही छे अभिनंदन

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s