મળવું પડશે

આજે આમ તો મારો પણ જન્મદિવસ છે.. એટલે મારી એક રચના મૂકવાનો લોભ
જતો નથી કરી શકતો… મિત્રો, મને આજે સહી લેજો..!!

આજ ખુદાને મળવું પડશે,
મળતામાં જ ઝગડવું પડશે.

શોધ તેને છે ઈશ્વરની તો,
ખુદ ખોવાઈ જડવું પડશે.

મંઝિલ સુધી પહોંચવા માટે,
સામા પૂરે તરવું પડશે.

યાદ કરે સહુ કાયમ માટે,
એવું કંઇક સરજવું પડશે.

મળવું છે ‘આનંદ’ને મારે,
તો મિત્રોમાં ભળવું પડશે.

– અશોક જાની ‘આનંદ’

17 thoughts on “મળવું પડશે

  1. વાહ!
    મળવું છે ‘આનંદ’ને મારે,
    તો મિત્રોમાં ભળવું પડશે.
    અશોકભાઇ, જન્મદિનની ખૂબ શુભકામનાઓ!

  2. જન્મદિનના અભિનંદન । મારી અનેકગણી શુભેચ્છાઓ ।

  3. જન્મદિવસનાં બહાને આજે મીઠું મીઠું જમવું પડશે.
    સરયૂ

  4. શોધ તને છે ઈશ્વરની તો,
    ખુદ ખોવાઈ જડવું પડશે.

    વાહ ઘણું સરસ. આખીયે ગઝલ સરળ અને સરસ.

    ભાઇ, જન્મદિવસની ‘આનંદ’પૂર્વક શુભેચ્છાઓ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s