હાંફવાનું નહી

દોડતાં દોડતાં હાંફવાનું નહી,
જિંદગી જીવવા થાકવાનું નહી.

આથમે સૂર્ય માથે ચડેલો છતાં,
રાત થઇ એવું કૈ ધારવાનું નહી.

પ્રેમ જેવું કશું આપવું જો પડે,
આપવાનું , કદી માંગવાનું નહી.

એક ખીલ્લી હલે છે કદી ભીંત પર,
ભારપૂર્વક કશું ટાંગવાનું નહી.

એક બે વેંત ઊંચા ફરે, છો ફરે,
કોઈનું કદ કદી માપવાનું નહી.

આપવો હોય તો જીવ આપો ‘શીતલ’,
કાળજું કોઈને આપવાનું નહી.

– શીતલ જોશી

Advertisements

7 thoughts on “હાંફવાનું નહી

 1. બહુ સરસ વાત લખી.
  પ્રેમ જેવું કશું આપવું જો પડે,
  આપવાનું , કદી માંગવાનું નહી.

 2. એક બે વેંત ઊંચા ફરે, છો ફરે,
  કોઈનું કદ કદી માપવાનું નહી…. વાહ… ઘણી વખત કદ માપવામાં મિત્રો છૂટી જતાં હોય છે..!!

  ખૂબ સરળતાથી ખૂબ ગહન વાત કહી જતી ગઝલ…

 3. We had pleasure of sharing the stage at the Poetry Festival in Florida, three times and had heard this poem from Shitalbhai. Miss him.
  Saryu Parikh

 4. શીતલભાઈનો ચહેરો હજી આંખ સામે તરવરે છે. એમની વિદાય…મધ્યાન્હે સૂર્યાસ્ત સમી…એક સારા માનવી અને કવિ તરીકે હંમેશા યાદ રહેશે
  .”આથમે સૂર્ય માથે ચડેલો છતાં,
  રાત થઇ એવું કૈ ધારવાનું નહી…. કેટલી ગહન વાત..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s