વાદળ મળે છે

વેદનાના કેટલા વાદળ મળે છે,
આંખમાં વરસાદ ભઈ ત્યારે પડે છે.

ગાલ ભીંજાશે એ બીકે માણસો લ્યો,
આંસુ આવે તો નીચે છત્રી ધરે છે !

ભૂખના માર્યા ગરીબ ત્યાં મોત પામે,
ખાઈ ખાઈને અહીં લોકો મરે છે.

પાણીને માણસ ઉપર વિશ્વાસ ક્યાં છે?
એટલે લાશો સમંદરમાં તરે છે.

આ ‘મધુર’ કુદરતનો બહુ જૂનો નિયમ છે,
પાંદડું ઉગે છે એક ; બીજું ખરે છે.

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

Advertisements

5 thoughts on “વાદળ મળે છે

  1. વાહ ‘મધુર’જી.
    આ ‘મધુર’ કુદરતનો બહુ જૂનો નિયમ છે,
    પાંદડું ઉગે છે એક ; બીજું ખરે છે.

    – બ્રિજેશ પંચાલ ‘મધુર’

  2. વાસ્તવિકતા સાથે સામ્પ્રત સમયને આલેખતી એક જાનદાર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s