ભીંત પર

એમ જુની યાદ ઉગી નીકળી છે ભીંત પર,
કોઇએ વડવાઇ જાણે ચીતરી છે ભીંત પર.

નખથી એને ખોતરો તો દર્દ જેવું થાય છે
રંગ માનો છો એ ઘરની ચામડી છે ભીંત પર.

એ ઉતારીને તમે અંધારું ઘરમાં ના કરો,
બાપના ફોટા થકી તો રોશની છે ભીંત પર.

ભીંત સાથે ભીંત ઝઘડી ના પડે જોજો હવે,
ભાઇઓના ભાગલાની માંગણી છે ભીંત પર.

સ્હેજ ઠોકો ખીલી તો દિલમાં ચુભન એને થશે,
એ હદે ઘરડી માતાને લાગણી છે ભીંત પર.

કંકુના બે – ચાર થાપા, થાપણો છે બાપની,
દીકરીની યાદ એણે સાચવી છે ભીંત પર.

સ્નાન પહેલાં કર પછી અડજે પુરી શ્રધ્ધા વડે,
દાદીને મન ગમતી ” સાગર ” ગોખલી છે ભીંત પર.

– રાકેશ સગર ‘સાગર’ 

6 thoughts on “ભીંત પર

  1. સુંદર રચના.
    નખથી એને ખોતરો તો દર્દ જેવું થાય છે
    રંગ માનો છો એ ઘરની ચામડી છે ભીંત પર.

  2. કંકુના બે – ચાર થાપા, થાપણો છે બાપની,
    દીકરીની યાદ એણે સાચવી છે ભીંત પર….. એકદમ સ્પર્શી જાય એવો શે’ર… !!

    આખી ગઝલ મસ્ત થઈ છે.. !! ..

  3. એ ઉતારીને તમે અંધારું ઘરમાં ના કરો,
    બાપના ફોટા થકી તો રોશની છે ભીંત પર.

    વાહ રાકેશભાઇ લાગણીસભર લાજવાબ ગઝલ. બહુ જ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s