બેઠા છે

કેફ કેવો ઉછેરી બેઠા છે?,
રક્તમાં શું ઉમેરી બેઠા છે?

હોય બાજોઠ પર જાણે અક્ષત,
એમ શબ્દો ને વેરી બેઠા છે.

બે જ બાળક રમે છે આંગણમાં,
ચાંદ – તારા વિખેરી બેઠા છે.

છે બધાં ખૂબ સારા મિત્રો પણ ,
એમ જાણે કે વેરી બેઠા છે.

ને વળી એમ પણ લાગે કયારેક ,
ફૂલ શબનમ ને ઘેરી બેઠા છે.

કર્મ ને દૂર હડસેલી , ‘ નીરવ ‘,
લોક શ્રીફ્ળ વધેરી બેઠા છે.

– નીરવ વ્યાસ

Advertisements

7 thoughts on “બેઠા છે

 1. બહુ સરસ ગઝલ. ખરેખર લાજવાબ છે મક્તા.
  કર્મને દૂર હડસેલી, ‘ નીરવ ‘.,
  લોક શ્રીફ્ળ વધેરી બેઠા છે.

 2. નખશિખ સુંદર ગઝલ…..

  દરેક શે’ર લાજવાબ

 3. બે જ બાળક રમે છે આંગણમાં,
  ચાંદ – તારા વિખેરી બેઠા છે.

  Very good gazal.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s