હોય છે !

ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?

એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !

વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !

કેમ એના વગર જીવવું ?
વેદના મા-જણી હોય છે !

હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !

જે થકી રંગ જામે ‘સુધીર’
બસ કમી એ તણી હોય છે

– સુધીર પટેલ

Advertisements

8 thoughts on “હોય છે !

 1. વાત સોંસરવી કૈં નીકળે
  શબ્દને પણ અણી હોય છે !…. વાહ કવિ !!

  ઉમદા ગઝલ…. !!

 2. પ્રવીણભાઈ, અશોકભાઇ અને આપ સૌ ગઝલ-પ્રેમી મિત્રોનો હૃદયપૂર્વક આભાર!
  — સુધીર પટેલ

 3. ક્ષણ મજાની…
  ક્યાં કદી આપણી હોય છે ?…. very nice sudhirbhai…enjoyed….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s