વાંધો પડ્યો

આ સમયને એ જ બસ વાંધો પડ્યો,
ક્યાંક વહેલો ક્યાંક હું મોડો પડ્યો.

એક તો નીચાણ​વાળો પ્રાંત છે,
ને ઉપરથી મેઘ, થઇ ખાંગો, પડ્યો.

સાથ એવા લોકનો મળતો ગયો,
જાણીતો રસ્તો છતાં ભૂલો પડ્યો.

જિંદગીનું નાટ્ય જ્યાં આગળ વધ્યું,
ત્યાં જ બોલ્યું કોઈ કે પડદો પડ્યો.

કોઇ દુર્ગમ સ્થાન પર લઈ જાય છે.
એ જ રસ્તો આખરે લેવો પડ્યો.

– પ્રવીણ શાહ

8 thoughts on “વાંધો પડ્યો

 1. Darek Sher damdar
  Bahot khoob!
  એક તો નીચાણ​વાળો પ્રાંત છે,
  ને ઉપરથી મેઘ, થઇ ખાંગો, પડ્યો.

 2. જિંદગીનું નાટ્ય જ્યાં આગળ વધ્યું,
  ત્યાં જ બોલ્યું કોઈ કે પડદો પડ્યો.

  વાહ પ્રવીણભાઈ રંગ ધરતી તમારી ગઝલો માણવાની મઝા પડે છે.

 3. દરેક શેર અર્થપૂર્ણ અને ગહન… !!

  આખી ગઝલ સુંદર થઈ છે..

 4. સીધી સરળ અને સચોટ ગઝલ.
  મત્લા અને ચોથો શેર સુપર્બ…

  જિંદગીનું નાટ્ય જ્યાં આગળ વધ્યું,
  ત્યાં જ બોલ્યું કોઈ કે પડદો પડ્યો.

 5. સાથ એવા લોકનો મળતો ગયો,
  જાણીતો રસ્તો છતાં ભૂલો પડ્યો.
  Entire gazal is good.
  Saryu Parikh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s