કાયમી નથી

હૈયે ને હોઠે રાવ છે એ કાયમી નથી.
સંજોગવશ સ્વભાવ છે એ કાયમી નથી.

સોળે કળાએ છે, છતાં ચિંતા ન એની કર,
આ ભાવ ને અભાવ છે એ કાયમી નથી.

ડાળીને ફાલવાનું તો કારણ મળી ગયું,
કે, પાનખરનો દાવ છે એ કાયમી નથી.

ખીલે-ખરે સમયના તકાજાના કારણે,
આ મોસમી તનાવ છે એ કાયમી નથી.

હળવાશને મેં નોતરી એવું કહી ને કે,
પીડાની આવજાવ છે એ કાયમી નથી.

– લક્ષ્મી ડોબરિયા

4 thoughts on “કાયમી નથી

  1. Nice !
    હળવાશને મેં નોતરી એવું કહી ને કે,
    પીડાની આવજાવ છે એ કાયમી નથી.

  2. ડાળીને ફાલવાનું તો કારણ મળી ગયું,
    કે, પાનખરનો દાવ છે એ કાયમી નથી… ખૂબ સુંદર…

    મજાની ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s