ડૂમો થઇ ગયો

ભીતરી સ્વર જ્યારે ખૂલ્લો થઇ ગયો.
બ્હારથી હું સાવ મૂંગો થઇ ગયો.

પુત્રની અર્થી ઉપાડે કઇ રીતે ?
બાપ તો ભાંગીને ભૂક્કો થઇ ગયો.

કંઇ યુગોથી કોઇ ઠારી ના શક્યું ?
આ વિરહ જે એક ચૂલો થઇ ગયો.

કઇ હદે મેં એને આરાધી હશે ?
હું પીડાદેવીનો ભૂવો થઇ ગયો.

નીકળ્યો ‘તો વાંસળીને વેચવા,
સાંજ પડતા એ ય ડૂમો થઇ ગયો.

– પાર્થ પ્રજાપતિ

Advertisements

4 thoughts on “ડૂમો થઇ ગયો

  1. Very nice
    કઇ હદે મેં એને આરાધી હશે ?
    હું પીડાદેવીનો ભૂવો થઇ ગયો.

  2. નીકળ્યો ‘તો વાંસળીને વેચવા,
    સાંજ પડતા એ ય ડૂમો થઇ ગયો…. વાહ ખૂબ સરસ

    મજાની ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s