પૈસા પડી ગયા

સ્હેજે વખત મળ્યો જ નહીં ને પૈસા પડી ગયા,
થેલો પછી ખૂલ્યો જ નહીં ને પૈસા પડી ગયા.

ફોનો બધે કરી લીધા, કરવાના જ્યાં હતા,
રિસ્પોન્સ કંઈ મળ્યો જ નહીં ને પૈસા પડી ગયા.

સોનું ખરીદી લઈએ તો? દોડ્યો બજારમાં,
સોની કશે જડ્યો જ નહીં ને પૈસા પડી ગયા.

વ્હાલો હતો જે પ્રાણથી એનેય મારી હાંક,
બ્હેરો ઊભો રહ્યો જ નહીં ને પૈસા પડી ગયા.

દેવું ય ચૂકવ્યું નહીં; ને ખર્ચો ય ના કર્યો,
ઉપયોગ કંઈ કર્યો જ નહીં ને પૈસા પડી ગયા.

– મકરંદ મુસળે

Advertisements

5 thoughts on “પૈસા પડી ગયા

 1. વાહ! સુંદર પ્રાસંગિક રચના!
  દેવું ય ચૂકવ્યું નહીં; ને ખર્ચો ય ના કર્યો,
  ઉપયોગ કંઈ કર્યો જ નહીં ને પૈસા પડી ગયા.

 2. વ્હાલો હતો જે પ્રાણથી એનેય મારી હાંક,
  બ્હેરો ઊભો રહ્યો જ નહીં ને પૈસા પડી ગયા… વાહ,

  સાંપ્રત સમયની મજાની રમૂજી રચના… !!

 3. વ્હાલો હતો જે પ્રાણથી એનેય મારી હાંક,
  બ્હેરો ઊભો રહ્યો જ નહીં ને પૈસા પડી ગયા.
  કવિને ૫૦૦ ને ૧૦૦૦ની વાત ખટકી લાગે. હાહાહાહા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s