હળવો થયો

એમ તારી યાદનો આજે મને પરચો થયો ,
ફૂલ જોઈ દેહમાં ડાબી તરફ ભડકો થયો .

દોડતા આવી બધા શ્વાસો મને ભેટી પડ્યા,
એક ગમતા આગમનનો બારણે પડઘો થયો .

પંખીઓ ઉડતા નથી શું બંધનું એલાન છે ?
શું હવે ધરતી અને આકાશનો ઝઘડો થયો ??

એટલામાં વૃદ્ધ વડલો કેટલો ગભરાઈ ગ્યો,
સીમમાં અફવા હતી કે ગામમાં બળવો થયો .

અંત છે ,મુકામ છે, પ્રારબ્ધ કે પરિણામ છે,
મોત બીજું કૈ નહિ નાટક ઉપર પડદો થયો

આખરે અટવાઈને થાળે પડ્યો છે ખાલીપો,
ટેરવા વાટે વ્યથાનો કાગળે રસ્તો થયો

ખૂબ ગમતો એક મક્તો છેવટે છેંકી દીધો,
હું હવે હોવાપણાના ભારથી હળવો થયો.

– મોહસીન મીર ‘સ્પર્શ’

9 thoughts on “હળવો થયો

  1. એટલામાં વૃદ્ધ વડલો કેટલો ગભરાઈ ગ્યો,
    સીમમાં અફવા હતી કે ગામમાં બળવો થયો .
    વાહ કવિ વાહ…

  2. Kya Baat hai!
    ખૂબ ગમતો એક મક્તો છેવટે છેંકી દીધો,
    હું હવે હોવાપણાના ભારથી હળવો થયો.

  3. ખૂબ ગમતો એક મક્તો છેવટે છેંકી દીધો,
    હું હવે હોવાપણાના ભારથી હળવો થયો…. વાહ…!!

    આ અઘરું પણ કરવા જેવુ કામ છે.. !! ખૂબ સુંદર ગઝલ….

  4. સદાબહાર જેમ નિજી મસ્તી વિહરતી એક શાનદાર ગઝલ . અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s