જોઇ છે

દૂર સન્નાટે સરકતી જોઇ છે,
રાતને હળવે વિચરતી જોઇ છે.

પહાડ, દરિયા કે સરોવર કે નદી,
રાતને પળ પળ પમરતી જોઇ છે.

ડાળ-ડાળે, માળ-માળે જોઇ છે,
વહાલથી એને મલપતી જોઇ છે.

ક્યાંક એ તરસે ઘટાઓ ઉજળી,
ક્યાંક ઘેલી થઇ વરસતી જોઇ છે.

સૂર્ય-કિરણો સોંસરા આવી ચઢે,
રાતની લીલા ઉતરતી જોઈ છે.

– પ્રવીણ શાહ

Advertisements

8 thoughts on “જોઇ છે

 1. ડાળ-ડાળે, માળ-માળે જોઇ છે,
  વહાલથી એને મલપતી જોઇ છે.

  ક્યાંક એ તરસે ઘટાઓ ઉજળી,
  ક્યાંક ઘેલી થઇ વરસતી જોઇ છે.

  સુંદર અભિવ્યક્તિ.

 2. Wah
  ડાળ-ડાળે, માળ-માળે જોઇ છે,
  વહાલથી એને મલપતી જોઇ છે.

 3. પહાડ, દરિયા કે સરોવર કે નદી,
  રાતને પળ પળ પમરતી જોઇ છે…. વાહ

  અચ્છી ગઝલ… !! દરેક શે’ર ગમ્યા..

 4. ક્યાંક એ તરસે ઘટાઓ ઉજળી,
  ક્યાંક ઘેલી થઈ વરસતી જોઈ છે.

  પ્રવિણભાઈની ટૂંકી બહેર પર સરસ હથોટી બેસી ગઈ છે, આ રચનાને જો સ્વર-સંગીત મળે તો મઝા આવી જાય.

 5. अंधकारभरी रात साथे प्रेम थई जाय अेटली सुंदर सरल बानीमां वहेती गझल अभिनंदन

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s