કશું એવું

કશું એવું કે ,કોરી સાવ કોરી આંખ છલકાવે ,
કશું એવું કે , ચાહો ખૂબ ને ડુંસકું ય ના આવે.

કશું એવું કે , ટોળા માં નયુઁ એકાંત આપી દે ,
કશું એવું કે ,ખેંચી જાય ટોળા માં ને શરમાવે.

કશું એવું કે ,સંતાડી શકો ના આપ દુનિયાથી ,
કશું એવું કે ,આવે હોઠ પર ને કોઈ ધરબાવે .

કશું એવું કે , પ્રગટી જાય સાચું જેમ કે દીવો ,
કશું એવું કે ,કેવળ જૂઠ ને સત્કારે -અપનાવે.

કશું એવું કે , છેટા સાવ છેટા , દૂર બેસે સહુ ,
કશું એવું કે , બેસો સાવ પાસે તો જ બસ ફાવે.

કશું એવું કે , જે નિશ્ચય કરાવે કે નથી લખવું ,
કશું એવું કે ,દઇ ને લાગણી નિશ્ચય ને અજમાવે.

– નીરવ વ્યાસ

Advertisements

9 thoughts on “કશું એવું

 1. સરસ રચના !
  કશું એવું કે ,સંતાડી શકો ના આપ દુનિયાથી ,
  કશું એવું કે ,આવે હોઠ પર ને કોઈ ધરબાવે .

 2. વાહ નખશિખ મજાની ગઝલનો મને ગમી ગયેલો શૅર

  કશું એવું કે , પ્રગટી જાય સાચું જેમ કે દીવો ,
  કશું એવું કે ,કેવળ જૂઠ ને સત્કારે -અપનાવે.

  ક્યા બાત

 3. એકબીજાથી વિરુધ્ધ અભિવ્યક્તિને દરેક શે’રમાં સુપેરે વાવી છે..

  ખૂબ સુંદર ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s