મકાનમાં

બાંધે ભલે ને માળો આફત મકાનમાં,
હું શોખથી ઉછેરું ધરપત મકાનમાં.

માર્યા વગર ટકોરા, આવો અને રહો,
સૌની અલાયદી છે સવલત મકાનમાં.

ખાલી કરો ઉદાસી,પીડાનાં પોટલાં,
રાખ્યો છે એક ખૂણો અંગત મકાનમાં.

છત,આંખ કે દિવાલો કોરી ન હો કદી,
વરસાવે ભેજ એવી બરકત મકાનમાં.

કટકે કપાય દિવસો,ઇચ્છા ને આયખું,
રોપી ગયું છે કોઇ કરવત મકાનમાં.

ઠેકી શકાય જેને ખોદી શકાય ના,
બે ઓરડા વચાળે પર્વત મકાનમાં.

ઉકલી ગયા છે ડોસા, પુત્રો ને પોતરા,
જીવે અટૂલી ડોસી અમરત, મકાનમાં.

– પારુલ ખખ્ખર

10 thoughts on “મકાનમાં

  1. વાહ…
    ઠેકી શકાય જેને ખોદી શકાય ના,
    બે ઓરડા વચાળે પર્વત મકાનમાં.

  2. દરેક શે’ર ધ્યાનાકર્ષક….!!

    મસ્ત ગઝલ…!

  3. વાહ મજાની મુસલસલ ગઝલનો મને સ્પર્શી ગયેલ શૅર

    ખાલી કરો ઉદાસી,પીડાનાં પોટલાં,
    રાખ્યો છે એક ખૂણો અંગત મકાનમાં.

    ક્યા બાત !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s