હરખાઈ જાશે

મલકતાં ક્યાં કશું વપરાઈ જાશે ?
હશે ચહેરે વ્યથા, સંતાઈ જાશે.

ભલેને આપદા આવે જીવનમાં,
ઘણાંની મિત્રતા પરખાઈ જાશે.

છલક્વા દો ખુશીને સાવ સહજે
દુ:ખો બસ એ રીતે ધરબાઈ જાશે.

અગર દોડી શકો તો દોડજો ભૈ,
આ શમણું બસ હવે પકડાઈ જાશે.

અગર આવે તમારે ઘેર ‘આનંદ’
જગતના લોક પણ હરખાઈ જાશે.

અશોક જાની ‘આનંદ’

8 thoughts on “હરખાઈ જાશે

 1. Very Nice
  ભલેને આપદા આવે જીવનમાં,
  ઘણાંની મિત્રતા પરખાઈ જાશે.

 2. વાહ! કયા બાત હૈ!
  અગર દોડી શકો તો દોડજો ભૈ,
  આ શમણું બસ હવે પકડાઈ જાશે.

 3. વાહ મજાની ગઝલના દરેક શૅર કાબિલ-એ-દાદ

 4. ભલેને આપદા આવે જીવનમાં
  ઘણાંની મિત્રતા પરખાઈ જાશે.

  વાત સાચી જ છેખરાબ સમયમાં સાથે ઊભા રહે એ જસાચા મિત્ર. સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s