હું ઊભો છું તું ઊભી છે

ફૂલ અને શમણાંની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે,
વરસો’ને હમણાંની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

આભ અને ધરતી વચ્ચે, ઓટ અને આ ભરતી વચ્ચે,
બમણાં’ને તમણાંની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

ઝાકળ’ને તડકાની વચ્ચે, વ્હાલ અને છણકાની વચ્ચે,
શ્વાસોની રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે,
જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

શબ્દ અને આ સૂરની વચ્ચે, કાંઠા’નેઆ પૂરની વચ્ચે,
નહિવત અને ઘણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

Advertisements

6 thoughts on “હું ઊભો છું તું ઊભી છે

 1. Nice Gazal
  મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે,
  જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

 2. ઝાકળ’ને તડકાની વચ્ચે, વ્હાલ અને છણકાની વચ્ચે,
  શ્વાસોની રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

  tadka ane chhanka no praas bahu j gamyo…. nice…

 3. ઝાકળ’ને તડકાની વચ્ચે, વ્હાલ અને છણકાની વચ્ચે,
  શ્વાસોની રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે…. વાહ બહોત હી બાઢિયા…!!

  ખૂબ સરસ ગઝલ… !!

 4. लांबी रदीफ ने नवीन काफियानी वच्चे ऊभा रही घणी सरस गझल गूँथी छे ते माटे अभिनंदन

 5. અાહા! અા તો અાદમ અને ઈવની વાત લાગે છે. યુગોથી અામ જ અેકબીજાની સંગાઠે ઉભા છે.

  ઝાકળ’ને તડકાની વચ્ચે, વ્હાલ અને છણકાની વચ્ચે,
  શ્વાસોની રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.
  ખૂબ મઝાની રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s