યાદ આવે છે

યાદ આવે છે ઘણી એ વાહવાહી, નામના,
કોઈ પણ પૂછે નહીં જ્યારે ન હો કંઇ કામના.

ના સમજ, સમજે નહીં સહેજેય એ પુરુષાર્થ માં,
ને કહે; ” ભજવા છતાં આવ્યા મદદમાં રામ ના !!”

ના વળ્યા પાછા અમે જાણી ગયા વ્યવહારમાં;
છે ગરજ, જાણ્યા પછી કરશે ડબલ એ દામના.

પામવા જેને અમે ભટક્યા સતત આખર સુધી
એ મુકામે આજ પહોંચાડી રહ્યાં છે ગામના.

જ્યાં ગઝલ છેડી અમે સૌ ચૂપ થઇ બેસી રહ્યાં;
એ જ સૌ ડોલી ઉઠ્યા એક શે’ર પર બેફામના.

– રીનલ પટેલ

Advertisements

13 thoughts on “યાદ આવે છે

  1. Kya Baat Hai
    ના વળ્યા પાછા અમે જાણી ગયા વ્યવહારમાં;
    છે ગરજ, જાણ્યા પછી કરશે ડબલ એ દામના.

  2. પામવા જેને અમે ભટક્યા સતત આખર સુધી
    એ મુકામે આજ પહોંચાડી રહ્યાં છે ગામના…. બહુ નસીબદાર …!!

    સરસ ગઝલ થઈ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s