તારા વગર

ક્યાં હવે રસ્તો મળે તારા વગર ?
ચોતરફ ભીંતો મળે તારા વગર .

હોય ખાલીપો અને ઠાલું નગર ,
કોણ ત્યાં ટોળે વળે, તારા વગર !

તું નથી તો કોણ આ પડઘાય છે ,
સાદ આ કોનો છળે તારા વગર !

આંખ ભીની થઈ જો મારી ,ના ફિકર ,
યાદ થોડી ઓગળે તારા વગર .

કોણ છે ‘પીયૂષ’ના શ્વાસે શ્વાસમાં ?
કોની હિંમત ટળવળે તારા વગર !

– પીયૂષ પરમાર

6 thoughts on “તારા વગર

 1. Nice
  આંખ ભીની થઈ જો મારી ,ના ફિકર ,
  યાદ થોડી ઓગળે તારા વગર .

 2. હોય ખાલીપો અને ઠાલું નગર ,
  કોણ ત્યાં ટોળે વળે, તારા વગર !

  તું નથી તો કોણ આ પડઘાય છે ,
  સાદ આ કોનો છળે તારા વગર !.. વાહ.. !! મસ્ત

  ટૂંકી બહરમાં ખૂબ સુંદર કામ

 3. સરસ રચના.

  હોય ખાલીનો અને ઠાલું નગર,
  કોણ ત્યાં ટોળે વળે, તારા વગર !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s