લોકો

મલમ માગું જખમ માટે નમક લઈ આવશે લોકો,
અમારી વાત અંગત ગામમાં ફેલાવશે લોકો.

ન કર નાહક લડાઈ મારી સાથે દોસ્ત તું મારા,
સમસ્યા આપણી પણ છેવટે બસ ફાવશે લોકો.

અરે… આ તો જમાનો છે કસોટી એ સદા કરશે,
કદી એ ઠારશે હિમમાં તો ભડકે તાવશે લોકો.

પડી જાશે એ પાછળ એમની નાહક ડરે એથી,
ઘવાયા સિંહને પણ શ્વાન જ્યમ દોડાવશે લોકો.

હવે ભુલી જજો ‘આનંદ’ કરવો આ જમાનામાં,
મળે જો તક જરા પણ ના ચૂકે તડપાવશે લોકો.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “લોકો

 1. વાહ! સુંદર ગઝલ.
  ન કર નાહક લડાઈ મારી સાથે દોસ્ત તું મારા,
  સમસ્યા આપણી પણ છેવટે બસ ફાવશે લોકો.

 2. વાહ મજાની ગઝલના દરેક શૅર કાબિલ-એ-દાદ

 3. ખૂબ સરસ રચના.

  ના કર નાહક લડાઈ મારી સાથે દોસ્ત તું મારા,
  સમસ્યા અાપણી પણ છેવટે બસ ફાવશે લોકો.

  રહીમનો અેક દોહો યાદ અાવ્યો,

  રહીમન નીજ મનકી વ્યથા મનમેં રાખો ગોય,
  સૂની અથી લીયે સબૈ કોઈ બાટી લહૈ ના કોઈ…

 4. ‘लोको’ रदीफ घणी गझलो कहेवाय छे ।श्री राझ नवसारवीनी गझलनी रदीफ छे ‘उपर उपरनुं वहाल छे लोको ‘ते मने याद थई पण हवे ज़मानों बदलायो छे ते परिस्थितियाँ हवे लोकोकेवा छे ते वातनुं निरुपण सुपेरे कविश्री करी शक्या छे अे ज अेमनी कलमनुं सार्थक्य
  छे के संवेदना बुठ्ठी थई गई छे तेनो ज अफ़सोस पण …….

 5. મેઈલ પર મળેલો આદરણીય ઉત્તમભાઇ ગજ્જરનો પ્રતિભાવ….

  વાહ !
  મસ્ત મઝેની સંઘેડાઉતાર ગઝલ મળી !!
  એકેએક શેઅર સાબૂત !!!
  ખુબ ધન્યવાદ..
  ..ઉ.મ..

 6. પડી જાશે એ પાછળ એમની નાહક ડરે એથી,
  ઘવાયા સિંહને પણ શ્વાન જ્યમ દોડાવશે લોકો.

  દરેક શેરમાં સરસ કાકુ રચાયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s