શક્યતા નથી

સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.

ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઇ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

હું આંખ આડા કાન ભલેને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.

જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

કોઈ ના થઇ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હ્રદયમાં જગા નથી.

હું તો ગઝલ છું કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.

– લક્ષ્મી ડોબરિયા

Advertisements

10 thoughts on “શક્યતા નથી

 1. Nice Gazal
  હું તો ગઝલ છું કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
  વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

 2. હું તો ગઝલ છું કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
  વાંચી, લખી શકો તમે એ વારતા નથી….. વાહ …. ખૂબ સરસ

  સાંગોપાંગ સુંદર ગઝલ…

 3. હું તો ગઝલ છું કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
  વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

  ઝીણી ક્ષણમાં અવતરું એટલા શબ્દોએ શેરને ખૂબ નાજુક બનાવી દીધો છે. સરસ રચના.

 4. પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવા બદલ સૌ નો આભાર.
  અશોક ભાઈ જાનીનો વિશેષ આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s