આ ક્ષણ

આ ક્ષણ
જે પ્રત્યક્ષ છે
તે ભવિષ્યમાંથી
પ્રકાશની ઝડપે
ધસમસતી આવી છે,
અને હમણાં જ
અતીતમાં ધકેલાઈને
સ્મૃતિ
બની જશે.
સમયની નદી
વેગપૂર્વક
વહી રહી છે
પરંતુ
તમે તો છો
કાંઠા પરના
પાકા બાંધેલા ઘાટ…!!
વહી જવાનો
ડર
તમને શાને ?

– હરકિસન જોષી

Advertisements

9 thoughts on “આ ક્ષણ

  1. શબ્દે શબ્દ અર્થપૂર્ણ …!!

    એક ગહનાર્થ અછાંદસ

  2. વાત તો જરા વિચારવા જેવી છે, આ ક્ષણ અને જે પ્રત્યક્ષ છે તે પાછી આવી છે ભવિષ્યમાંથી અને વળી સમાઈ જશે અતીતમાં ને વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ જશે, આતો Time machine ની વાત થઈ. કેટલી ગહન ફીલોસોફીને થોડા જ શબ્દોમાં વર્ણવી દીધી આ બધુ કામ ઝબકારામાં કરવાનું કામ સમયનું છે, આપણું નહિ બાંધેલા ઘાટની જેમ આપણે સ્થિર છીએ. સરસ રચના.

  3. कालों न यातो वयमेव याता । सरसफिलसुफीनुं सुंदर लेखन

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s