માંગ શ્વાસોની સતત

ચાલવું બસ ચાલવું, છે માંગ શ્વાસોની સતત;
ને કદી ના થાકવું, છે માંગ શ્વાસોની સતત.

માર્ગદર્શક આંગળી ચીંધે તો આપો માન,પણ-
મન કહે એ માનવું ,છે માંગ શ્વાસોની સતત.

શબ્દ જ્યાં બૂમરેંગ સમ પાછા ફરી આઘાત દે;
શબ્દળને પંપાળવું , છે માંગ શ્વાસોની સતત.

ધન વિશે તકરાર લાંબી એટલું શિખવાડી ગઈ;
લેવું ના તો આપવું ,છે માંગ શ્વાસોની સતત.

પારકાની બાબતે દૂરી રહે તો સારું છે;
દેખવું ના દાઝવું ,છે માંગ શ્વાસોની સતત.

જેના ઉચ્ચારણની મન હળવાશ અનુભવતું મળે;
નામ ગમતું જાપવું,છે માંગ શ્વાસોની સતત.

જે પરિસ્થિતિ રહે “નાશાદ” હળવા હાસ્યથી;
જીવતર શણગારવું, છે માંગ શ્વાસોની સતત..

– ગુલામ અબ્બાસ ‘ નાશાદ’

Advertisements

6 thoughts on “માંગ શ્વાસોની સતત

 1. Good
  શબ્દ જ્યાં બૂમરેંગ સમ પાછા ફરી આઘાત દે;
  શબ્દળને પંપાળવું , છે માંગ શ્વાસોની સતત.

 2. નખશિખ આફરીન ગઝલ

  જેના ઉચ્ચારણની મન હળવાશ અનુભવતું મળે;
  નામ ગમતું જાપવું,છે માંગ શ્વાસોની સતત.

  વાહ

 3. શબ્દ જ્યાં બૂમરેંગ સમ પાછા ફરી આઘાત દે;
  શબ્દળને પંપાળવું , છે માંગ શ્વાસોની સતત.

  નવીનતમ રદીફ સાથે સરસ રચના, ‘નાશાદ’ સાહેબની.

 4. मन प्रमाणे चालवुं सरस वात कही लांबी बहेरमां सरस गझल

 5. મજાની રદીફનો સુંદર વિનિયોગ… !!

  આખી ગઝલ સરસ થઈ છે…

 6. સરસ ગઝલ, તદ્દન સાચી હકીકત,સાંભળવું બધાનું પણ મન અને દિલને અનુસરવું. સરસ મક્તા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s