અકળાતું નથી

જાતના આ દાયરાથી બહાર નીકળાતું નથી,
માંહ્યલો કહેતો કશું પણ મનને સંભળાતું નથી.

હાથ બાંધ્યા, પગ પણ બાંધ્યા, આંખ પર પાટા છતાં,
કોણ જાણે તોય પાછું મન આ અકળાતું નથી.

ઢોલ ત્રાંસા ને નગારા ચોતરફ વાગે છતાં,
ગરજુ બહેરા કાન પર જો કાંઇ અફળાતું નથી.

વ્યર્થ છે કોશિશ બધી એ જાણતો ને તે છતાં,
માંડી દીધા ડગ પછી પાછા ય વળાતું નથી.

મન અગર ઉદ્વેગથી એંઠું થયું છે તો તરત,
લઈ ને જળ ‘આનંદ’નું પણ સહેજ વિછળાતું નથી

– અશોક જાની ‘આનંદ’

Advertisements

12 thoughts on “અકળાતું નથી

 1. Wah Kya Baat Hai!
  મન અગર ઉદ્વેગથી એંઠું થયું છે તો તરત,
  લઈ ને જળ ‘આનંદ’નું પણ સહેજ વિછળાતું નથી

 2. જાતના આ દાયરાથી બહાર નીકળાતું નથી,
  માંહ્યલો કહેતો કશું પણ મનને સંભળાતું નથી. લાજવાબ સાહેબ

 3. sundar gazal
  ઢોલ ત્રાંસા ને નગારા ચોતરફ વાગે છતાં,
  ગરજુ બહેરા કાન પર જો કાંઇ અફળાતું નથી.

 4. વાહ સુંદર ગઝલનો મક્તા લાજવાબ

  હાથ બાંધ્યા, પગ પણ બાંધ્યા, આંખ પર પાટા છતાં,
  કોણ જાણે તોય પાછું મન આ અકળાતું નથી.

  ક્યા બાત !!!

 5. સરસ રચના મનની અકળાતા ખૂબ સુંદર રીતે આલેખી છે. પગ બાંધ ો કે હાથ બાંધો કે પછી આંખ પર પાટા પણ આ લપસણું મન બંધથી છટકી જવાનું અરે એના સાથીદાર માહ્યલાનું પણ ધ્યાન ના ધરે. સરસ સજીવારોપણકર્યુ છે. મક્તા પણ ગમ્યો.

 6. wah
  ઢોલ ત્રાંસા ને નગારા ચોતરફ વાગે છતાં,
  ગરજુ બહેરા કાન પર જો કાંઇ અફળાતું નથી.

 7. બહુ જ સરસ રીતે મનનું વિશ્લેષણ રજુ કરવા બદલ અભિનંદન.

 8. अति लागणीवश धृतराष्ट्र जेवी मानसिकता ने हुंपदी दुर्योधनमांथी सुयोधन बनवुं अशक्य नहि पण मुश्केल छे अेवी अंदरबहार मंथनवाली गझल गमी

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s