આ વાત છે

એમના ભણકારની આ વાત છે,
મન મહીં ઓથારની આ વાત છે.

તીર ને તલવારથી પણ છે વધુ,
એ શબદની ધારની આ વાત છે.

દીસતા એ બહારથી હળવા ભલે,
ના કળાતા ભારની આ વાત છે.

ખુદનાની સામે લડવાનું થયું,
જીતમાંની હારની આ વાત છે.

મેં હૃદયથી એ ટકોરા મારેલા,
ના ખુલેલા દ્વારની આ વાત છે.

છંદ ને બીજું બધું રાકેશ પણ,
આ ગઝલના સારની આ વાત છે.

– રાકેશ ઠક્કર

Advertisements

9 thoughts on “આ વાત છે

 1. Nice Gazal
  ખુદનાની સામે લડવાનું થયું,
  જીતમાંની હારની આ વાત છે.

 2. મેં હૃદયથી એ ટકોરા મારેલા,
  ના ખુલેલા દ્વારની આ વાત છે…. વાહ ખૂબ સુંદર..!!

  મને મારો એક શે’ર યાદ આવી ગયો..

  દ્વાર આવી તમે દસ્તક દીધા,
  મેં દીધી સાંકળ પછીની વાત છે. …

 3. સુંદર રચના !
  તીર ને તલવારથી પણ છે વધુ,
  એ શબદની ધારની આ વાત છે.

 4. Nice
  મેં હૃદયથી એ ટકોરા મારેલા,
  ના ખુલેલા દ્વારની આ વાત છે.

 5. વાહ સુંદર ગઝલ

  ખુદનાની સામે લડવાનું થયું,
  જીતમાંની હારની આ વાત છે.

  મેં હૃદયથી એ ટકોરા મારેલા,
  ના ખુલેલા દ્વારની આ વાત છે.

  ક્યા બાત

 6. મેં હૃદયથી એ ટકોરા મારેલા,
  ના ખુલેલા દ્વારની આ વાત છે.

  બધા જ શેર બેનમૂન બન્યા છે. સુંદર રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s