સમજાય ના?

બેસબબ કોઈ જગા ઘટના કશીયે થાય ના,
કાંકરી સ્પર્શે નહીં જળને, વમળ સર્જાય ના.

મારી આંખે પ્રેમનાં મોજાં ઊછળતાં હોય છે,
કેમ એવું થાય, તેઓ રેત થઈ ભીંજાય ના?!

આયના ભેગા કરી ખુદને સતત જોયાં કરો,
વાત દિલની એમ અંગત જણ સુધી લંબાય ના.

સ્મિત સામે બસ મરકવું ટેવ છે મારી સહજ,
બહાર દેખાતી ખુશી એ ભીતરે વર્તાય ના.

કેટલા પર્યાય રાખો છો તમે ખુદના, કહો?
‘હું’ ફ-કત ‘હું’ એટલે ‘હું’, એમ બસ કહેવાય ના!

હું સમયનો હાથ પકડીને સતત દોડ્યો છું પણ,
ભાગ્યનો કેવો રહ્યો છે સાથ, ઉલ્લેખાય ના?

જિંદગાનીની સફર છો ને અજાણી રહી ‘પથિક’,
મોત એ અંતિમ છે મંઝિલ, એટલું સમજાય ના?!

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

12 thoughts on “સમજાય ના?

 1. Very nice
  કેટલા પર્યાય રાખો છો તમે ખુદના, કહો?
  ‘હું’ ફ-કત ‘હું’ એટલે ‘હું’, એમ બસ કહેવાય ના!

 2. કેટલા પર્યાય રાખો છો તમે ખુદના, કહો?
  ‘હું’ ફ-કત ‘હું’ એટલે ‘હું’, એમ બસ કહેવાય ના!… ખૂબ સુંદર..!!

  જાતને સરળ બનાવવું અઘરું છે.. ઉમદા ગઝલ… !!

 3. જિંદગાનીની સફર છો ને અજાણી રહી ‘પથિક’,
  મોત એ અંતિમ છે મંઝિલ, એટલું સમજાય ના?!
  aa shmjaay to darek jan life ma jalsa thi jivse…

 4. કેટલા પર્યાય રાખો છો તમે ખુદ ના, કહો।
  ‘હું’ ફ-કત’હું’એટલે ‘હું’, એમ બસ કહેવાય ના!

  ખૂબ મઝાનો અને અર્થપૂર્ણ શેર. મક્તાનો શેર પણ એટલો જ સુંદર છે.

 5. કેટલા પર્યાય રાખો છો તમે ખુદ ના, કહો।
  ‘હું’ ફ-કત’હું’એટલે ‘હું’, એમ બસ કહેવાય ના!

  બહુ જ સરસ.

 6. પ્રોત્સાહન આપવા બદલ ગુરૂજનો તેમજ મિત્રોનો સહૃદય આભાર

 7. મારી આંખે પ્રેમનાં મોજાં ઊછળતાં હોય છે,
  કેમ એવું થાય, તેઓ રેત થઈ ભીંજાય ના?!
  સરસ ગઝલ.
  સરયૂ પરીખ

 8. कविश्रीअे खूब ज बख़ूबी थी लागणी के अन्य स्थितिनुं खूब ज मनोमंथनयुक्त आलेखन कर्युं छे ते माटे अभिनंदन

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s