ઘાત આવી છે

મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે,
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે.

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે,
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે.

કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે.

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને,
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે.

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી,
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે.

– યામિની વ્યાસ

Advertisements

13 thoughts on “ઘાત આવી છે

  1. વાહ! સરસ રચના.
    તમે ભાવનગર, મારા બાની યાદમાં “જાહ્ન્વી સ્મૃતિ”ના કવયિત્રી સંમેલનમાં ગયેલા, એમ મુનિભાઇ તરફથી જાણવાં મળેલ.
    સસ્નેહ, સરયૂ saryuparikh@yahoo.com

  2. વાહ મજાની ગઝલ

    કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે.

    ક્યા બાત !!!

  3. કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે… વાહ ખૂબ સરસ…!!

    ઉમદા ગઝલ…

  4. ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે,
    સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે.

    આ ઉપરાંત વ્રૄક્ષ વાળો શેર સાથે સુંદર ગઝલ

  5. સુંદર ગઝલ.
    કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે.

  6. ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને,
    હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે.
    મને ગમતી કલમોમાંંની એક કલમ

  7. કમાલની ગઝલ…

    કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે.

    ને આ શેર કંઈ કમ નથી,

    ઘટે ના આ રીતે ક્યારેય કોઈના થવું તુજને,
    હ્ૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે.

    ખૂબ સરસ રચના, અભિનંદન યામિનીબેન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s