તકાદો થાય છે

જુની વાતો પર તકાદો થાય છે,
ક્યાં નવો કોઈ ઇરાદો થાય છે.

કોઈ વાતે કે બહાને સૌ મળે,
રોજ ચોરા પર વિવાદો થાય છે.

રણઝણી ઉઠતા ભીતરથી રોમ રોમ,
ક્યાં હવે એવા નિનાદો થાય છે.

એ જ બારી, એ પ્રતીક્ષા, છે હજી,
મનને મૂંઝવતા વિષાદો થાય છે.

જિન્દગી છે, શું કહું, શું ના કહું,
કેવું કેવું અહીં, જવા દો, થાય છે.

– પ્રવીણ શાહ

Advertisements

10 thoughts on “તકાદો થાય છે

 1. Nice Gazal
  રણઝણી ઉઠતા ભીતરથી રોમ રોમ,
  ક્યાં હવે એવા નિનાદો થાય છે.

 2. Nice Gazal
  એ જ બારી, એ પ્રતીક્ષા, છે હજી,
  મનને મૂંઝવતા વિષાદો થાય છે.

 3. એ જ બારી, એ પ્રતીક્ષા, છે હજી,
  મનને મૂંઝવતા વિષાદો થાય છે….. વાહ..

  હંમેશ મુજબ ટૂંકી બહેરમાં સુંદર કામ… !!

 4. વાહ ટૂંકી બહરમાં નખશિખ મજાની ગઝલ

  જિન્દગી છે, શું કહું, શું ના કહું,
  કેવું કેવું અહીં, જવા દો, થાય છે.

  ક્યા બાત !!!

 5. એ જ બારી, એ પ્રતીક્ષા, છે હજી,
  મનને મૂંઝવતા વિષાદો થાય છે…

  સરસ રચના.

 6. 1…all are interested in repeating old talks and things, nobody wants to have Intentions for something new….may be in connection of weak past of Somebody or if it is in connections feelings( love)  to remember by heart, nice.
   2….people meet for talk,for somebody,for some excuses,for passing time, For selfish moto,or for discussing different topics (good or bad or recent) fine.
   3….feelings overflowing in the heart with inner music, no disturbance attack by out side…. nice
   4…..very sensitive area of love, same window, same long waiting and it’s pain and not coming of partner, it’s disappointment, constant flow of negative Thoughts. Which troubles your heart… vah… vah… beautiful, very poetic,
  5….great life, beautiful life, life with significance…. but may be its different Reflections for everybody so what to tell about it or what not to tell? Vah…vah…very fine..

  Your Gazal is excellent. lots of change is now in your creations, coming from very deep of your inner heart & giving surprised to all of us and literature. Your responsibility is increased for new one to give special inspirations To write better and best spell bound… Come fast don’ t be slow!thanks.

  —Jayvadan Vashi

  (Sent by mail…)

 7. વાહ…
  રણઝણી ઉઠતા ભીતરથી રોમ રોમ,
  ક્યાં હવે એવા નિનાદો થાય છે.

  એ જ બારી, એ પ્રતીક્ષા, છે હજી,
  મનને મૂંઝવતા વિષાદો થાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s